અધ્યાપક મિત્રો,
આપ સર્વવિદિત હશો જ કે, આપણું સંગઠન ‘ગુજરાત રાજ્ય સરકારી કોલેજ અધ્યાપક મંડળ’ રાજ્યની સરકારી કોલેજોના અધ્યાપકોના પ્રશ્નોને વાચા આપવા માટે સન 1969થી કાર્યરત છે તેમજ શરૂઆતથી જ સરકારશ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત છે.
આપણું સંગઠન આટલા સુદીર્ઘ કાળથી અનેક ઉતાર ચઢાવમાંથી પસાર થઈને પણ અધ્યાપક હિતની જાળવણી માટે મજબૂત રીતે ટકી રહેલ છે જેનું શ્રેય, શરૂઆતથી અત્યાર સુધીના સભ્ય રહેલ તમામ અધ્યાપકશ્રીઓને ફાળે જાય છે.
અત્રે જણાવતાં આનંદ થાય છે કે આપણાં સંગઠનની પ્રવૃત્તિ વધુ સુદ્રઢ અને ઝડપી બને તે માટે ગુજરાત રાજ્ય સરકારી કોલેજ અધ્યાપક મંડળની અધિકૃત વેબસાઇટ gsgcta.org શરૂ કરવા જઇ રહયા છીએ.
આજે જ્યારે સરકારી કોલેજોની સંખ્યા 109 જેટલી થઈ છે અને સમગ્ર રાજયમાં તેનો ભૌગોલિક વ્યાપ ખૂબ મોટો છે સાથે સાથે અધ્યાપક ગણ ની સંખ્યા પણ 1000થી વધુ સુધી પહોંચી છે એ જોતાં, અધ્યાપકશ્રીઓ અને મંડળ વચ્ચે સતત સંવાદ રહે, માહિતીની આપલે ખૂબ ઝડપી બને એ હેતુસર આ માધ્યમની અનિવાર્યતા છે.
સદરહુ, વેબસાઇટના માધ્યમથી મંડળના સભ્યપદ માટે વાર્ષિક લવાજમ આપી શકાશે, મંડળના અહેવાલો, મંડળ તરફથી થતી રજૂઆતો, સરકારશ્રી કક્ષાએ થતી બેઠકો અને કાર્યવાહી નોંધ, ઠરાવો/પરિપત્રો, સભ્ય એવા અધ્યાપકશ્રીઓની ઓનલાઈન રજૂઆત વગેરે જેવી બાબતો સુલભ બનશે. તદુપરાંત, ભવિષ્યમાં અનેક પ્રકારની શૈક્ષણિક અને વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ, વિવિધ કાર્યક્રમો વગેરે માટે આ વેબસાઇટ ખૂબ ઉપયોગી સિદ્ધ થશે.
આ પળે, આપ સહુ મિત્રોને આ વેબસાઇટ પર રજીસ્ટર થઈ મંડળનું લવાજમ ભરી સહભાગી બનવા અનુરોધ છે.
Team GSGCTA
Email : gsgcta1969@gmail.com
પ્રમુખ | પ્રા. ડો. ચિરાગ જીયાણી | 9825029600 |
---|---|---|
મહામંત્રી | પ્રા. ડો. સુરેશ એચ. ગોર | 9825537162 |
ઉપ પ્રમુખ | પ્રા. ડો. નિયાઝ એ. પઠાણ | 9426768532 |
ખજાનચી | પ્રા. ડો. પરિમલ ઉપાધ્યાય | 9374230340 |
સંગઠન મંત્રી | પ્રા. ડો. જીગ્રેશ પી. દલવાડી (ઇડર) | - |
પ્રા. ઉમંગ વ્યાસ (રાજકોટ) | - | |
પ્રા.ડો. રાજેશ સી. સેનમા (વાંકલ) | - | |
સહમંત્રી | પ્રા. વિવેક દવે (ગાંધીનગર) | - |
પ્રા. રાકેશકુમાર ચૌધરી (ઉમરપાડા) | - | |
પ્રા.ગિરિશકુમાર મકવાણા (મોરવાહડફ) | - | |
પ્રા.ડો. જીજ્ઞાબા રાણા (વલ્લભીપુર) | - |