પ્રશ્ન: આ વેબસાઈટ માં કોણ રજીસ્ટર થઇ શકે ?
જવાબ: આ વેબસાઇટ ‘ગુજરાત રાજ્ય સરકારી કોલેજ અધ્યાપક મંડળ’ ની અધિકૃત વેબ સાઈટ છે જેમાં ફક્ત ગુજરાત રાજ્ય ની સરકારી આર્ટસ, કોમર્સ , સાયન્સ, લો અને શિક્ષણ (B.Ed.)ની કોલેજ માં કાર્યરત નિયમિત અધ્યાપકો રજીસ્ટર થઇ શકશે.
પ્રશ્ન: આ વેબસાઈટ માં કઈ રીતે રજીસ્ટર થઇ શકાય ?
જવાબ: આ વેબસાઈટ માં રજીસ્ટર થવા માટે વેબ સાઈટ ઉપર ના ભાગે આવેલ મુખ્ય મેનુ માંથી Register Now પર થી આપની સાચી માહિતી ભરી ને Pay Using UPI પર ક્લિક કરવાનું રહેશે જેમાં આપેલ QR Code દ્વારા વાર્ષિક સબસ્ક્રિપ્સન ભરી ને Transaction ID ની વિગત ભરવાની રહેશે. આપની વિગત ચકાસી ને આપનું એકાઉન્ટ Verify કરવા માં આવશે જેની જાણ આપને આપના રજીસ્ટર કરતી વખતે આપેલા ઈમેઈલ દ્વારા કરવા માં આવશે. ત્યારબાદ જ આપ લોગીન કરી ને મેમ્બર સેક્સન ના ફંક્સન નો ઉપયોગ કરી શકશો.
પ્રશ્ન: રજીસ્ટર ફોર્મ સબમિટ થયેલ હોય અને કોઈ કારણસર સબસ્ક્રિપ્સન ની ચુકવણી ન થઈ શકી હોય તો, પછી થી સબસ્ક્રિપ્સન કઈ રીતે ભરી શકાય?
જવાબ: જો આપનો ડેટા સબમિટ થઇ ગયો હોય અને ફક્ત સબસ્ક્રિપ્સન જ બાકી હોય તો ઉપર ના મેનુ માં Subscription પર ક્લિક કરવી. જ્યાં આપનો રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર અને ઈ મેઈલ એડ્રેસ દાખલ કરવાથી આપણા ઈ મેઈલ એડ્રેસ પર OTP આવશે જે આ જ ફોર્મ માં દાખલ કરવાથી આપની અગાઉ ભરેલી વિગત જોવા મળશે અને એમાં કઈ ફેરફાર પણ આપ કરી શકશો અને સબસ્ક્રિપ્સન ની ચુકવણી પણ થઇ શકશે.
પ્રશ્ન: લોગીન થવા માટે નો પાસવર્ડ કઈ રીતે મળશે ?
આપની માહિતી સબમિટ કર્યા પછી, આપને ઈ મેઈલ માં સિસ્ટમ જનરેટેડ પાસવર્ડ મોકલવા માં આવશે જે આપ Forgot Password વિકલ્પ નો ઉપયોગ કરી ને બદલી પણ શકો છો. જ્યાં સુધી આપનું એકાઉન્ટ ચકાસીને એપ્રુવ નહી કરવામાં આવે ત્યાં સુધી આપ લોગીન કરી શકશો નહિ.
પ્રશ્ન: રજીસ્ટર કરતી વખતે 'Email or Mobile No Already Registered' નો મેસેજ આવે તો શું કરવું ?
જે સભ્યો એ પહેલા ઓફ લાઈન ફોર્મ ભરેલ હતા એમનો ડેટા વેબ સાઈટ માં મૂકી દેવા માં આવ્યો છે જેથી તેઓ એ સીધું Subscription વિકલ્પ પરથી પોતાની વિગત ચકાસી ને પેમેન્ટ કરી શકાશે.
પ્રશ્ન: સબસ્ક્રિપ્સનની રીસીપ્ટ કઈ રીતે મેળવી શકાશે ?
પેમેન્ટ કર્યા બાદ, Transaction No અને અન્ય વિગત મોકલ્યા બાદ, આ વિગત ચકાસી ને જયારે પેમેન્ટ એપ્રુવ થશે ત્યારે સીસ્ટમ જનરેટેડ રીસીપ્ટ આપના ઈ મેઈલ એડ્રેસ પર મોકલી આપવામાં આવશે.
પ્રશ્ન: વેબસાઈટ ના વપરાશ અંગે કોઈ ટેકનીકલ સમસ્યા હોય તો તેની જાણ કઈ રીતે કરવી ?
જવાબ : ફક્ત વેબસાઈટ ના વપરાશ અંગે કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો આપ tech@gsgcta.org પર ઈ મેઈલ કરી શકો છો.
પ્રશ્ન: મંડળ ના સભ્ય પોતાની રજૂઆત/સુચન કઈ રીતે મોકલી શકશે ?
જવાબ: લોગીન કર્યા બાદ ‘આપની રજૂઆત/સુચન’ વિકલ્પ પર ક્લિક કરવાથી ખુલતા ફોર્મ દ્વારા આપ આપની રજૂઆત/સુચન આપી શકો છો.
પ્રશ્ન: લોગીન કરતી વખતે Inactive નો મેસેજ આવે છે?
જવાબ: આપનું એકાઉન્ટ ચાલુ વર્ષનું Subscription ભર્યા ની પહોચ જનરેટ થાય ત્યારે જ ઓટોમેટીક એક્ટીવેટ થાય છે, ત્યાં સુધી આપ લોગીન કરી શકશો નહિ.