ગુજરાત રાજ્યની સરકારી વિનયન,વાણિજ્ય, વિજ્ઞાન,શિક્ષણ તથા કાયદાની કોલેજોના અધ્યાપકોના હિત સંબંધી પ્રશ્નો ને વાચા આપવા માટે સને ૧૯૬૯ માં ગુજરાત રાજ્ય સરકારી કોલેજ અધ્યાપક મંડળની સ્થાપના કરવામાં આવી. અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા અધ્યાપકોને લગતા વિવિધ પ્રશ્નોની સરકારશ્રી સાથે સંવાદ કરી ઉકેલની દિશામાં લાવેલ છે.